Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મારી પાસે જગ્યા છે તમે મને મળવા આવી શકશો બસ આટલો જ મેસેજ

સમલીગીંક સબંધોને ભલે સરકરે માન્યતા આપી દીધી હોય પરંતુ આપણા સમાજે આવા સબંધોને હજી સ્વીકાર્યા નથી.અમદાવાદના કહેવાતા પાલડી જેવા પોષ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે જેના લીધે વાસણા પોલીસને એક ચોક્કસ ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરવામાં સફળતા હાંસલ થઇ છે. આ વાત છે એક નવયુવાનની કે જે બી.કોમનો અભ્યાસ કરે છે અને પુરુષ મિત્રો બનાવવા માટેઈ તીવ્ર ઈચ્છાના લીધે આજે તેને લૂ
મારી પાસે જગ્યા છે તમે મને મળવા આવી શકશો બસ આટલો જ મેસેજ
સમલીગીંક સબંધોને ભલે સરકરે માન્યતા આપી દીધી હોય પરંતુ આપણા સમાજે આવા સબંધોને હજી સ્વીકાર્યા નથી.અમદાવાદના કહેવાતા પાલડી જેવા પોષ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે જેના લીધે વાસણા પોલીસને એક ચોક્કસ ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરવામાં સફળતા હાંસલ થઇ છે. આ વાત છે એક નવયુવાનની કે જે બી.કોમનો અભ્યાસ કરે છે અને પુરુષ મિત્રો બનાવવા માટેઈ તીવ્ર ઈચ્છાના લીધે આજે તેને લૂટવાનો વારો આવ્યો છેGRINDR-GAY CHATCHAT નામની એપ્લીકેશન પ્લે સ્ટોર માંથી ઇન્સ્ટોલ કરી દીધી પરંતુ આ નવયુવાનને મિત્રો તો મળ્યા નહી પરંતુ લૂંટારૂઓ મળી ગયા.

સોશિયલ મીડિયા મારફતે મિત્રો શોધવા યુવાનને ભારે પડ્યું
પુરુષ મિત્રો શોધવા માટે થઈને આ કોલેજીયન યુવાને પોતાના મોબાઈલ ફોનમાં રહેલા પ્લે સ્ટોર માંથી ગે-એપ ડાઉનલોડ કરી હતી જેમાં પુરુષો પોતાના પાર્ટનર શોધતા હોય છે અને યુવાને પણ કઈક આવું કર્યું હતું.એપ્લીકેશન ડાઉનલોડ કરી અને અલગ અલગ લોકો સાથે વાતચીત કરવાનું શરુ કર્યું હતું અને એક દિવસ મેસેજ આવ્યો અને મેસેજમાં લખ્યું હતું કે "મારી પાસે જગ્યા છે તમે મને મળવા આવી શકશો" આ મેસેજનો યુવાને સ્વીકાર્યો અને લોકેશન આધારે આ યુવક પોહચી ગયો અને બસ પોહ્ચતાની સાથે જ યુવાન લૂંટાઈ ગયો

અવાવરું જગ્યા પર બોલાવી લૂંટી લેવાયો
માત્ર પુરુષ મિત્રો શોધવાની ઘેલછામાં કોલેજીયન યુવાનને આજે લૂંટાવવાનો વારો આવ્યો છે ગે-એપ્લીકેશન મારફતે મીત્રતા આ યુવકે કરી હતી અને લોકેશન મારફતે પુરુષ મિત્ર સાથે અંગત પળો માણવાની ઈચ્છા રાખનારા યુવકને અવાવરું જગ્યા પર બોલાવવા આવ્યો હતો અને આ યુવક કશું સમજે તે પહેલા તેને એક ઝાડી માં ખેચી લેવામાં આવ્યો અને પહેલાથી જ આ જગ્યા પર અન્ય બે લોકો હાજર જ હતા જેમણે વિદ્યાર્થીએ ગાળામાં જે સોનાની ચેઈન પહેરી હતી
તે ધકાવીને કઢાવી લીધી અંદાજીત દોઢ લાખની સોનાની ચેઈન આ ત્રણેય લોકોએ લૂંટી લીધી હતી..
વાસણા પોલીસે કરી કાર્યવાહી
સમગ્ર બાબતની જાણ યુવાને પોતાના માતા પિતા ને કરી હતી અને બાદમાં આખો પરિવાર તાત્કાલિક પોલીસ મથકે એટલેકે વાસણા પોલીસ સ્ટેશન પોહચી ગયો અને સમગ્ર બનવાની હકીકત જણાવી હતી અને પોલીસે ત્વરિત ફરિયાદ નોંધીને જરૂરી ટેકનીકલ એનાલીસીસ કરીને લૂંટનો ગુનો આચરનારા ત્રણેય આરોપીઓ દીપ ઉર્ફે મુન્નો કટારિયા, જીજ્ઞેશ ઉર્ફે જીગુ અને તેજસ મારવાડી ની ધરપકડ કરી લીધી છે.
લોકો આવા કિસ્સાથી બચવા શું કરવું જોઈએ
આ પ્રકરની એપ્લીકેશન કે બીજી કોઈપણ પ્રકારની ડેટિંગ વેબ્સાઈટ થકી મળતા પ્રતિભાવો પર જરૂરિયાત કરતા વધારે વિશ્વાસ કરવો જોઈએ નહિ તેવું પોલીસની નાગરિકોને સલાહ છે ઉપરાંત આવો કોઈપણ પ્રકારનો બનાવ બને ત્યારે વિના સંકોચે નજીકના અથવા તો સ્થાનિક પોલીસનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.